માંગરોળ તાલુકાનાં લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં તા.1 થી 7 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મીઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓનાં ઉદ્દેશ્ય સાથે મિટિંગનું આયોજન કરવામા હતું. જેમાં મહિલાલક્ષી કાયદાઓ, નારી સુરક્ષા, મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે વ્હાલી દિકરી યોજના અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો દ્વારા રેલી યોજવામાં આવી હતી લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી રેલી યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ. ડિનલ ધનગર અને ડૉ.રીટા ચૌધરી, આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ