Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની કરી જાહેરાત.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની શક્યતા છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી પ્રથમ પાર્ટી રહી છે જેના પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજે પ્રેસ કોન્ફ્રન્સના માધ્યમથી આપ દ્વારા 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ગઈકાલે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પણ સંકેત આપી રહી હતી કે આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરશે. આજે કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ટૂંક સમયમાં જ બીજા ઉમેદવારના પણ નામ જાહેર કરશે આમ આદમી પાર્ટી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નામ માટે આમ આદમી પાર્ટીએ શ્રી ગણેશ કરી દીધા છે અને કેટલાક નામની જાહેરાત કરી દીધી છે. રાજકોટ (ગ્રામ્ય) અને (દક્ષિણ), છોટાઉદેપુર, બહેચરાજી, સોમનાથ, અમદાવાદ (નરોડા), સુરત (કામરેજ), ગારિયાધાર, દિયોદર, બારડોલી બેઠકોની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ જીતીને હવે તેની નજર ગુજરાત જીતવાની છે અને ગુજરાત ભાજપના ગઢમાં પગ પેસારો કરવામાં માટે ખુબ મહેનત કરી રહ્યું છે.

Advertisement

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ 10 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

1) સાગર રબારી – બહેચરાજી

2) જગમાલ વાળ – સોમનાથ

3) અર્જુન રાઠવા – છોટાઉદેપુર

4) શિવલાલ બારેસિયા – રાજકોટ (દક્ષિણ)

5) રામ ધડુક – સુરત (કામરેજ)

6) સુધીર વાઘાણી – ગારિયાધાર

7) ભોમાભાઈ ચૌધરી – દિયોદર

8) રાજેન્દ્ર સોલંકી – બારડોલી

9) વશરામ સાગઠીયા – રાજકોટ (ગ્રામીણ)

10) ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ (નરોડા)

હાલ આ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે વધુ ઉમેદવારની માહિતી હવે પછી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કુલ 182 વિધાનસભા પરથી ચૂંટણી લડવાની છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસને ટક્કર આપવા મેદાને આવી છે.


Share

Related posts

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

શું અસ્તિત્વ ટકાવવા ગણેશ સુગરના સભાસદો આગામી સમયમાં લોક આંદોલન કરશે?

ProudOfGujarat

નડિયાદમાં મહુધા વિસ્તારના ભુમસ રોડ નજીકથી જુગારીયાઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!