દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન અને છ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય. વર્ષ ૨૦૨૨માં “સ્તનપાનને પ્રોત્સાહન : કેળવણી અને સહયોગ” (step up for Breast feeding: Education and Support) થીમ નક્કી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં વિશ્વ સ્તનપાન સપ્તાહના ઉદ્દેશ્યો મુજબની કામગીરી ભરૂચ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવનાર છે.
મુખ્ય ઉદ્દેશ્યો :
સ્તનપાનને સહયોગ આપવા માટેની સાંકળના ભાગ રૂપે દરેક વ્યક્તિ પોતાની ભુમિકા સમજે
ઉત્તમ પોષણ, ખાદ્ય સુરક્ષા અને અસમાનતામાં ઘટાડાના ભાગરૂપે સ્તનપાન
સામાજિક પરિવર્તન માટે પ્રભાવશાળી લોકો અને નીતિ ઘડવૈયાનું સ્તનપાન સંબધિત ક્ષમતા વર્ધન
સ્તનપાન સંબધિત સહયોગની સાંકળ માટે વ્યક્તિગત અને સંસ્થાઓ સાથે જોડાણ