માંગરોળ મોસાલી તાલુકા મથક સહિત મુખ્ય વેપારી મથકના વાંકલ ઝંખવાવ વગેરે ગામોમાં સરકારી પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકના થેલીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે છતાં સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રહેતા તેઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે
ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામે ગામ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સરકાર દ્વારા ૦૧ જુલાઈથી પ્લાસ્ટિક ઝભલા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તાલુકાના મોસાલી, માંગરોળ, વાંકલ, ઝંખવાવ ગામોમાં જીવન જરૂરિયાતની વસ્તુ દૂધ, છાશ શાકભાજી, હોટલ, દુકાનોમાં પ્લાસ્ટિક ઝભલાનો બેફામ ઉપયોગ થઈ રહેલો જોવા મળે છે.
પ્લાસ્ટિક વેસ્ટને કારણે ગામે ગામ કચરો ગંદકીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. સાથે પ્લાસ્ટિક વેસ્ટ કચરો નદીમાં ઠલવાઈ રહયો છે ત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એ દિશામાં જરૂરી પગલું ભરી વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે એક સવાલ છે શાળા કોલેજોમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક ઝભલા વિશે રેલી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓ વેપારીઓમાં જાગૃતતા લાવવામાં આવે તેમજ દુકાનોમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ઝભલા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી બન્યું છે. પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતતા લાવી તાત્કાલિક પ્લાસ્ટિક ઝભલા ના બેફામ ઉપયોગ યોગ્ય પગલા ભરી રોકવામાં આવે તે જરૂરી બન્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ