ઉમરપાડા તાલુકામાં લઠ્ઠાકાંડ નહીં સર્જાઈ તે માટે હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ સ્થાનિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા સંખ્યાબંધ લોકોના કરુણ મોત થયા છે અનેક પરિવારો એ ઘરનો આધાર ગુમાવ્યો છે ત્યારે આવી ઘટનાઓ ઉમરપાડા તાલુકામાં નહીં બને તેની તકેદારીના ભાગરૂપે હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર તાલુકામાં નકલી બનાવટી દારૂનું ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોને ઝડપી લઇ તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ