ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે રાજ્યના મોટાભાગના શહેરોમાં સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવે છે. ભૌતિક સુવિધાઓથી સજ્જ એવા કરોડોના ખર્ચે બનેલ બસ સ્ટેશનોની હાલત હાલ બદતર જોવા મળી રહી છે. સંભાળ અને માવજતના અભાવે સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય એવું લાગે છે.
લીંબડીમાં નેશનલ હાઇવે નજીક અધતન સુવિધાવાળું નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું ત્યારે હાલ બસ સ્ટેશનના છતના પતરાથી લઈને ઘણીબધી વસ્તુઓને જર્જરિત હાલતમાં થવા પામ્યું છે તેમજ બસ સ્ટેશનના પાછળના ભાગે પાણીનો ભરાવો થતાં ગંદકીનુ સામ્રાજ્ય સર્જાયુ છે ત્યારે ક્યાંકને ક્યાંક મુસાફરો પરેશાન બન્યા છે ત્યારે આ અદ્યતન બસ સ્ટેશન ટૂંક સમયમાં કઈ રીતે જર્જરિત થઈ શકે? શું ભ્રષ્ટાચાર થયો છે? વગેરે પ્રશ્નોની ચર્ચા બસ સ્ટેશને આવતા મુસાફરો કરી રહ્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement