ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા એ વાલિયા તાલુકામાં આવેલ ગણેશ ખાંડ ઉદ્યોગ, સહકારી મંડળીઓ, એ.પી.એમ.સી. વાલિયા, પ્રભાત સહકારીજીન વાલિયા, ધી તાલુકા ખરીદ વેચાણ સંઘ વાલિયાની ચૂંટણીઓ યેનકેન પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખી કરવવામાં આવતી નથી. જે સંદર્ભે સંદીપ માંગરોલા એ રજીસ્ટ્રારને લેખિત તેમજ ઇ-મેલ દ્વારા રજૂઆત કરી હતી જે સંદર્ભે સત્તાધિકારીઓ દ્વારા 31-7-22 પહેલા ચૂંટણીઓ યોજવા જણાવ્યુ હતું. પરંતુ છેલ્લા 2 વર્ષથી ચૂંટણીઓ યોજાતી નથી જેમાં શાસક પક્ષની રાજકીય કિન્નાખોરી છતી થાય છે. વાલિયા તાલુકાનાં રાજકીય નેતાઓના કદ ઘટાડવાના ભાગરૂપે અધિકારીઓ શાસક પક્ષના ઇશારે ચૂંટણીઓ મુલતવી રાખવા સબબ આક્ષેપ કર્યો છે. સંદીપ માંગરોલા એ વધુમાં જણાવ્યુ હતું કે તા.1-8-2022 થી જો સહકારી ક્ષેત્રની સત્વરે ચૂંટણીઓ નહીં યોજાય તો પોતે અન્ન-જળનો ત્યાગ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે અમરણાંત ઉપવાસ ઉપર બેસશે. જેથી સંબંધિત અધિકારીઓએ ગંભીર નોંધ લેવા જણાવ્યુ છે. જે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા નમ્ર અરજ કરી છે.
વાલિયા વિભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના વિલંબમાં અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારતા સંદીપ માંગરોલા.
Advertisement