રાજ્ય સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે વલસાડ હાઈવે પર કમરતોડ ખાડા સાથે વલસાડ જિલ્લામાં અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકોએ હોસ્પિટલમાં જવાનો પણ વારો આવ્યો છે જ્યારે વાત કરીએ તો વલસાડના વાઘલધરા પાસે બ્રિજની હાલત જોવામાં આવે તો ખબર પડશે કે કેવો વિકાસ છે હમણાં જ સરપંચો એ પણ આવેદનપત્ર આપ્યા હતા કે રસ્તા સારા થાય પણ તત્રં વાધલધરા પાસેના બ્રિજની પરિસ્થિતિ જોશો તો તેને ખબર પડશે કે આ હાઇવે નથી પણ મોતનો કૂવો છે, પણ કામ કરે કોણ તે પ્રશ્ન ઊભો થાય છે. વિકાસ મોડેલની વાતો વચ્ચે વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પાસે ‘સ્માર્ટ ‘ ખાડા છે પણ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે પ્રજાની પીડા ભૂલાઇ છે, વિકાસના નામ બડે, દર્શન છોટે તેવા હાલ છે આ રસ્તા પર મંત્રી જાય તો તેની પણ કમર તૂટે તેવા રસ્તા છે કમરના મણકા ખસી જાય તેવા રસ્તાથી પ્રજા ત્રસ્ત છે પણ આ રસ્તાની મુખ્યમંત્રી નોંધ લે તો રસ્તાનું કામ થશે તેવી ચર્ચા છે.
કાર્તિક બાવીશી