ગુજરાતમાં લઠ્ઠાકાંડની કરૂણ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસ હરકતમાં આવી છે. સમગ્ર રાજયમાં દારૂ/જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવાના ઉદ્દેશથી દારૂની હેરાફેરી/વેચાણ કરતાં ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા એલ.સી.બી ટીમના અનાર્મ કોન્સટેબલને ચોકકસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ અલ્ટો જેનો ગાડી નં. GJ-01-HV-1571 માં એક ઈસમ દારૂ લઈને પસાર થવાનો છે. બાતમી હકીકતે વડોદરા એલ.સી.બી સ્ટાફ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંગમા કેનાલ પાસે વોચમાં હતા દરમ્યાન સમિયાલાથી પાદરા થઈ જંબુસર તરફ જથ્થો રવાના થનાર હોય, બાતમી હકીકતે ઉકત ગાડી સાંગમા કેનાલ પાસેથી પસાર થતાં એલ.સી.બી. ની ટીમે તેને કોર્ડન કરી અંદર બેઠેલા ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 28 નંગ પેટી જેમાં વિદેશી દારૂના 1344 પાઉચ કિં.રૂ.1,34,400 તથા અલ્ટોગાડી કિં.રૂ.2,00,000, મોબાઈલ નંગ-1, કિં.રૂ.5000 મળી કુલ કિં.રૂ.3,39,400 ના મુદ્દામાલ સાથે અલ્ટો ગાડીના ડ્રાઈવર ભૂપેન્દ્રસિંહ કલ્યાણસિંહ સીસોડિયાની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી લાલસિંગ ચૌહાણ એ આપેલ છે અને આ જથ્થો પાદરા જંબુસર રોડ પર પહોંચી અન્ય ઇસમને આપવાનો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથધરવામાં આવી છે.