Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ છાપરા પાટિયા નજીક વરસાદી કાંસમાં પાણીમાં ફસાયેલ વ્યક્તિને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢયો.

Share

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ છાપરા પાટિયા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાં છેલ્લા ૧૨ કલાક ઉપરાંતના સમયથી ફસાયેલ એક અસ્થિર મગજના યુવકનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો, અસ્થિર મગજનો યુવાન ગઈકાલ સાંજથી આજે સવાર સુધી પાણીમાં એક જ જગ્યાએ નજરે પડતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.

પાણીમાં ફસાયેલ યુવાનને ફાયરના જવાનોએ બહાર કાઢી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સતત એક જ સ્થળે યુવાન કલાકો સુધી પાણીમાં ઉભો નજરે પડતા લોકોના ટોળા ઉમટ્યા હતા જે બાદ સમગ્ર મામલો ચર્ચાની ચગડોળે ચઢ્યો હતો, જોકે મામલે યુવાન અસ્થિર મગજનો હોય જેથી તેણે આ પ્રકાર નું પગલું ભર્યું હોય તેવી પ્રાથમિક જાણકારી સૂત્રો પાસેથી મળી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

આમોદ: તણછા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

ProudOfGujarat

નેત્રંગમાં પ્રજાપતિ સમાજની પ્રથમવાર સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : 35 થી વધુ ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!