Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાનોલી જી.આઇ.ડી.સી. માં આવેલ દીવા ઇન્ટરકેમ કંપનીમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા.

Share

અંકલેશ્વર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ જે મુજબ બાકરોલ બ્રીજ ખાતેથી એક છોટા હાથી ટેમ્પામાં લોખંડની એન્ગલ નંગ 5 તથા લોખંડના પાઇપો મળી કુલ 200 કિલો સાથે ઇસમોને પકડી તેઓની સઘન પૂછપરછ કરતાં આ ભંગાર પાનોલી જી.આઇ.ડી.સી માં આવેલ ઇન્ટરકેમ પ્રા.લી. ના ખુલ્લા મેદાનમાંથી ચોરી કરી લાવેલ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે છોટા હાથી ટેમ્પા નં.GJ-09-Z-9980 કિં.1,50,000/- તથા ચોરીનું લોખંડ મળી કુલ રૂ.1,56,000 ના મુદ્દામાલ સાથે આરોપીઓ (1) માનસ અજીત જાના રહે.સંજાલી રેસીડન્સી, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ (2)) કિશનભાઇ ભલાભાઇ બારીયા રહે. બાકરોલ, રામનગર, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ (3) વીરૂ ઉર્ફે ભેરૂસીંગ લક્ષ્મણ રાજપતુ રહે. કાપોદરા,એમ.પી.નગર, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ નાઓની અટક કરી કંપનીના મલીકને બોલાવી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવના ફોટો પર ટિપ્પણી કરનારા નેત્રંગનાં યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ..!

ProudOfGujarat

મોદી શાસનના સાત વર્ષ પુર્ણ થવા નિમીત્તે ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

ProudOfGujarat

ગુજરાત એસટી નિગમ દ્વારા તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે 4500 થી વધુ બસોની વ્યવસ્થા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!