ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે ફાર્મ હાઉસમાં કેટલાક શાસક પક્ષના નેતાઓ દ્વારા સત્તાના નશામાં ધૂત થઈ દારૂ પી ને યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના કથિત આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ વિધાનસભાના સંગઠન મંત્રી દ્વારા ભરૂચના કલેકટર તથા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના ભરૂચના સંગઠન મંત્રીએ જણાવ્યુ હતું કે અમોને સોશિયલ મીડિયા તથા લોકમુખે ચર્ચા મુજબ માહિતી મળી હતી કે ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે શાસક પક્ષના કેટલાક નેતાઓ દ્વારા શરાબ અને સુંદરીની મહેફિલ રાખી પક્ષ બે થી ત્રણ યુવતીઓ સાથે નશામાં ધૂત થઈ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે શું આ ઘટના સાચી છે? જે દિશામાં તથ્ય સુધી પહોંચી સાચી વાત બહાર લાવવા અને લોકો ગેરમાર્ગે ન દોરાઈ તે માટે તટસ્થ તપાસ કરવા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી જણાવવામાં આવ્યું છે તેમજ જો કોઈ દોષિત હોય તો તેને પકડી પીડિત યુવતીને ન્યાય અપાવવા અનુરોધ કર્યો છે.
અનવર મન્સૂરી