Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકનું તાંડવ : નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત, અનેક વાહન ચાલકો અટવાયા.

Share

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સ્થિતિ સુધરવાનું નામ ન લેતી હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે, જિલ્લામાં છાશવારે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિનાં પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ નવજીવન હોટલથી ખરોડ સુધીના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા કેટલાય વાહનો રોંગ સાઈડ ઉપરથી પસાર થવા મજબુર બન્યા હતા જે બાદ હાઇવેના બંને ટ્રેક ઉપર વાહન ચાલકો અટવાયા હતા અને ટ્રાફિકજામ સર્જાયું હતું.

મહત્વની બાબત છે કે અંકલેશ્વરના હાઇવે ઉપર આ ટ્રાફિકનું તાંડવ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી જોવા મળી રહ્યું છે, તેવામાં વધુ એકવાર આજે સવારે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે તંત્ર પણ આ મામલે એક્શનમાં આવી અવારનવાર સર્જાતા આ પ્રકારના ટ્રાફિક જામમાંથી વાહન ચાલકોને મુક્તિ અપાવે તેવી લોકમાંગ હાલ છાશવારે સર્જાતા ટ્રાફિકજામ બાદથી વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

પાલેજ અને કરજણમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, મહોલ્લાઓ રોશનીથી શણગારવામાં આવ્યા.

ProudOfGujarat

ભારતભ્રમણ નીકળેલા દિવ્યાંગ યુવાન આર,થંગરાજા ગોધરાના મહેમાન બન્યા

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા જરૂરતમંદોને રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!