સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ અને ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, સુરત જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-2022” હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન * તા. 21 અને 22 જુલાઈ, 2022* ના રોજ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. પાર્થિવ ચૌધરી સાહેબ દ્વારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને તમાકુ અને તમાકુ આધારિત ઉત્પાદનોના સેવનથી દૂર રહેવા પ્રેરિત કરાયા હતા. આ કાર્યક્રમમાં કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડો. ધર્મેશ મહાજન અને ડો. નિશાંત જુન્નરકર એ કો-ઓર્ડીનેટર તરીકેની સેવા આપી હતી, તથા તેમણે કોલેજના વીઝીટીંગ અધ્યાપક કુ. મોનાલીબેન સાંગડોટ અને કુ. શ્રુજલબેન ચૌધરી તથા અન્ય અધ્યાપકો સાથે મળી આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ સ્પર્ધાઓમાં કોલેજના કુલ 145 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓના વિજેતાઓ આ પ્રમાણે હતા:
1. ચિત્ર સ્પર્ધામાં ભાર્ગવ ચૌધરીએ પ્રથમ સ્થાન, આનંદી ઠાકોરએ બીજું સ્થાન અને નિકિતા ચૌધરીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
2. નિબંધ લેખન સ્પર્ધામાં દિશા ભાટી એ પ્રથમ સ્થાન તૈયબા શેખ એ બીજું સ્થાન અને દિવ્યાંગ ચૌધરી એ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
3. ક્વિઝ સ્પર્ધામાં કોસમિયા જહાનવી એ પ્રથમ સ્થાન, નીરજ ચૌધરીએ બીજું સ્થાન અને હેમંત ચૌધરીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ કાર્યક્રમ માટે સાધન સામગ્રી તથા ઇનામો સુરત જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલના પ્રોગ્રામ ઓફિસર ભગીરથસિંહ ડાયમા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામોનું વિતરણ આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ