નડિયાદમાં કોલેજ રોડ પર રહેતા 12 વર્ષીય બાળક તેમજ પેટલાદ રોડ પર રહેતા 11 વર્ષીય બાળકને છેલ્લા ઘણા દિવસથી શરદી, ઉધરસ અને તાવ હતું દવા લેવા છતાં મટતું ના હોય ડોક્ટરે તેમના રિપોર્ટ કરાવતા સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ જિલ્લા આરોગ્ય તંત્રને થતા વિભાગ દોડતું થયું છે. આ બાળકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓનો સર્વે કરાયો છે. જેમાંથી આઠ વ્યક્તિઓને શરદી, ખાંસી દેખાતા તેમના રિપોર્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
કુલ 6 જેટલી ટીમો બનાવી ખાસ સર્વે કરવામાં આવી રહ્યો છે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવે છે કે હાલ બંને જગ્યાએ જિલ્લા આરોગ્યની ટીમ કાર્યરત છે સર્વે કરવામાં આવી રહ્યો છે. કોરોનાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે તો આ રોગ સામે રક્ષણ મળી શકશે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ