છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં કચરો નાખવા મોકલ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં જિલ્લામાં ચકચાર મચી છે. પરતું હવે આદિવાસી બાળકોને ભણવું છે. છતાંય બાળકોને શિક્ષણની જગ્યાએ સફાઈ કામમાં જોતરી દેવાતા ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે. શું આ રીતે બાળકો આગળ વધશે તેવા અનેક સવાલો?
બાળકોના હાથમાં પુસ્તકને બદલે સાવરણા અને ડોલ જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાને લઈ શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સરકાર સ્વચ્છતાને લગતી ગ્રાન્ટ આપે છે છતાંય પરિસ્થિતિ તેવી જ છે.
શાળામાં બાળકો ભણવા જતાં હોય છે અને ત્યાં ભણીગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે પણ જે શિક્ષકોએ બાળકોને શિક્ષણ આપવાનું હોય તેને બદલે સાફ સફાઈ કરાવતા હોય ત્યારે ગામડાનુ શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તેનો બોલતો પુરાવો વાઈરલ થયેલા વિડિયો દ્વારા જોવા મળી રહ્યો છે.
બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળામાં વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકના બદલે હાથમાં ડોલ સાવરણી વગેરે જોવા મળી રહી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર