ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અનેક સ્થળે મકાનો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જર્જરિત અને જોખમી મકાનો ઉતારી લેવા પાલિકા વિભાગ તરફથી ચોમાસા પહેલા અનેક જર્જરિત સ્થાનોના કર્તાહર્તા ઓને નોટિસ સ્વરૂપે જાણકારી આપવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો તેનું યોગ્ય સમયે પાલન ન કરતા આખરે વરસાદી માહોલ વચ્ચે મકાનો અથવા દીવાલો ધરાસાઈ થવાના બનાવો બનતા હોય છે.
આજે સવારના સમયે ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો અચાનક તૂટીને પડતા એક સમયે આસપાસમાં રહેલ લોકોમાં નાસભાગ મચી હતી, ઘટના અંગેની જાણકારી ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ સ્થળ ઉપર દોડી જઈ કાટમાળને હટાવવાની કામગીરી હાથધરી હતી, જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744