બોટાડના બરવાળા વિસ્તારમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોની હાલત ખરાબ થઇ છે,અત્યાર સુધી ઝેરી દારૂ આરોગતા ૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસ વિભાગ પણ સમગ્ર ગુજરાતમાં સતર્ક થયું છે, ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ બાદ ઠેરઠેર દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ વિભાગે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે.
વડોદરામાં ગુજરાતનાં કઠિત લઠ્ઠાકાંડ મામલામાં પોલીસ હરકતમાં આવી ગઈ છે. વડોદરા પોલીસે ઠેર-ઠેર દરોડા પાડવાનું ચાલુ કર્યું છે. શહેર પોલીસે 4 ટીમ બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ઝોનમાં તપાસ થઈ રહી છે. ફતેગંજ, નંદેસરી, જવાહરનગર વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દેશી દારૂ વેચવાવાળાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. લઠ્ઠાકાંડ જેવી ઘટના વડોદરામાં ન બને તે માટે સફાળી જાગેલી પોલીસ શહેરના અલગ-અલગ વિસ્તારો ખુદી રહી છે. એકતા નગર, છાણી કેનાલ, અનગઢમાં દેશી દારુ વેચતા પકડાયેલ તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.
ગુજરાતના કઠિત લઠ્ઠાકાંડને પગલે વડોદરા પોલીસ હરકતમાં.
Advertisement