Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ગુરૂવાર અમાસથી દશામાનુ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

Share

નર્મદા જિલ્લામાં ગુરૂવાર અમાસથી દશામાનુ વ્રત પર્વ શરૂ થાય છે. નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક દશામાંનું વ્રત કરે છે. આ વ્રત અમાસથી 10 દિવસ સુધી કરવાનું હોય છે. માઈ ભક્તોને દશામાં પ્રત્યે અગાધ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી આ વ્રત કરવાથી દરેકની મનોકામના, બાધા, આખડી પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ રહે છે. જેના કારણે માઇ ભક્તો દસ દિવસ સુધી આ પવિત્ર વ્રત કરતા હોય છે.

હાલ રાજપીપળામાં લીમડા ચોક ખાતે દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે એ માટે જુદા જુદા સ્ટોલ લગાવ્યા છે અને વિવિધ પ્રકારની દશામાંની મૂર્તિઓનો ખડકલો થયો છે. હાલ માઈ ભક્તો દશામાની મૂર્તિઓનો ઓર્ડર આપી રહ્યા છે. અને ખાસ કરીને તેમનો શણગાર પણ કરાવી રહ્યા છે એ માટે મહિલા કલાકારો રાત દિવસ છેલ્લા દસ પંદર દિવસથી મૂર્તિઓને શણગારવાનું કામ કરે છે અને સારી એવી આવક પણ મેળવે છે.
શણગારમાં સાડી, ચોટલો, બિંદી, માળા, ટીલડી, બંગડી તેમજ અન્ય શણગાર પણ સજવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્રત પવિત્ર વ્રત હોવાથી દસ દિવસ સુધી ઘરમાં દારૂ, માંસ નિષેધ હોય છે. તેમજ ઘરવાળા પણ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે છે. જેને કારણે નર્મદામાં ગુનાઓનું પ્રમાણ પણ આ 10 દિવસ દરમિયાન ઘટી જતું જોવા મળે છે.

દીપક જતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચના ડી માર્ટ નજીક કાંસ પર પાર્ક કરેલ રીક્ષા અચાનક સ્લેબ તૂટતા કાંસમાં ખાબકી જતા ક્રેન વડે બહાર કઢાઈ.

ProudOfGujarat

પાલેજમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેર સબ જેલ પાસે અનઅધિકૃત દિવાલ બનાવતા સંતોષી વસાહતના રહેવાસીઓ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!