ચોમાસની ૠતુ દરમિયાન જર્જરિત મકાનો ઉતારી લેવા પાલિકા દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, કોઈ જાનહાની ન થાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે, તો શું શ્રેયસ હાઈસ્કૂલનું જર્જરિત મકાન નગરપાલિકાના ધ્યાને ન આવ્યું ? ભરૂચની ડીઓ કચેરી પણ ઊંઘતી ઝડપાઇ છે. દેશના ભવિષ્યને જોખમમાં નાંખી આપતા શિક્ષણ સામે લોકોમાં રોષની લાગણી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના હાજીખાના વિસ્તારમાં આવેલ શ્રેયસ હાઈસ્કૂલની દિવાલ ધરાસાઈ થતા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી,જોકે ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ સ્કૂલ જર્જરિત અને જોખમી હોવાનો રિપોર્ટ આપ્યો હતો જે બાદ તંત્ર દ્વારા સ્કૂલને સીલ મારવાની નોબત આવી હતી. સ્ફુલને સીલ મારવામાં આવતા સ્કૂલે આવતા ૮૦ જેટલા બાળકોના ભવિષ્યના ભાવિ સામે પ્રશ્નો ઉભા થયા છે.
જર્જરિત અને જોખમી બનેલી શાળાને જ્યારે તંત્ર દ્વારા સીલ મારવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો એ જણાવ્યું હતું કે સામાન્ય બાબતને મોટું સ્વરૂપ અપાયા હોવાનું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આ પ્રકારની જર્જરિત શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને જો દીવાલ ધરાસાઈની ઘટનામાં કોઈ જાનહાની થઇ હોત તો જવાબદારી કોની તેવી બાબતો પણ ઘટનાક્રમ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
શ્રેયસ સ્કૂલની દિવાલ ધરાસાઈ થવાની ઘટના બાદ સ્ફુલ જોખમી હાલતમાં આવેલા અહેવાલો વચ્ચે ભરૂચના શિક્ષણ વિભાગ સહિત આ તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. પોતાના ભાવિનું ઘડતર કરવા આવતા બાળકોને આ પ્રકારે જોખમી શાળાઓમાં અભ્યાસ કરાવવાની બાબત કેટલી યોગ્ય છે,? શુ ભરૂચનું લાગતું વળગતું તંત્ર આ પ્રકારની જોખમી સ્થિતીમાં રહેલી શાળાઓનું સર્વે કર્યું છે ખરું ? કે પછી તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય અને જાગૃતતા દર્શાવે તેવી સ્થિતીની રાહ જોઈ બેઠું છે ? તેવી તમામ બાબતો હાલ આ ઘટના ક્રમ બાદથી ચર્ચાઈ રહી છે.
અનવર મન્સૂરી