ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટિલે જયારથી ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ગુનાખોરી સાથે સંકળાયેલા ગુનેગારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ તંત્ર સતર્ક થવાથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ હેઠળ ગુનો નોંધાયો હતો. જે નાર્કોટીકસ એકટ હેઠળનો આરોપી ઘણા સમયથી કરજણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે જે વોન્ટેડ હતો. જે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી પોલીસ ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન બાતમી મળી હતી કે કરજણનો મેમણ બદરૂદ્દીન જકડીયા ઉં.વ.51 રહે.ગોકુળનગર, કુકરવાડા, ભરુચ જે ભોલાવ બ્રિજ નીચે આવનાર છે જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ વોચમાં હતી ત્યારે હકીકતવાળી વ્યક્તિ આવતા તેને પોલીસે સી.આર.પી.સી. 41(1) મુજબ અટક કર્યો હતો.
Advertisement