નડિયાદ ફતેપુરા રોડ નહેરનાળા નજીક રોડની સાઇડમાં ઝાડ નીચે ત્રણ ઇસમો ૧) ભુપેન્દ્રસિંહ ઇશ્વરસિંહ ચૌહાણ રહે.ખાત્રજ રામજી મંદીર પાછળ તા.મહેમદાવાદ જી. ખેડા મુળ રહે. ખેડા ખોડીયાદ માતાનો ટેકરો તા.જી ખેડા (૨) અરૂણભાઇ ભરતભાઇ ચુનારા રહે.તેલાવ ચુનારાવાસચ તા.સાણંદ જી.અમદાવાદ (૩) ધીરજભાઇ રમેશભાઇ ચુનારા રહે. જુના વણઝારા ચુનારા વાસ તા.દસકોઇ જી.અમદાવાદ જે પ્લાસ્ટીકના ગેલનમાં ભરેલ ડુપ્લીકેટ તાડી તથા નાની પોલીથીનની કોથળીઓમાં ભરેલ ડુપ્લીકેટ તાડી બનાવવાનો કેમિકલયુક્ત દાણાદાર આછા પીળાશ પડતા કલરનો પાવડર તથા એક પ્લાના ગેલનમાં ભરેલ ૧૦ લીટરની તાડી બે મીણીયાના કોથળામાં ભરેલ ૨૦૦ નાની પોલીથીનની કોથળીમાં ભરેલ ૨૦ કિલો કેમીકલયુકત પાવડર તથા ટી.વી.એસ જ્યુપીટર અન મોબાઇલ ફોન નંગ-૩ સાથે પકડી અટક કરી નડિયાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement