ભારતના રાષ્ટ્રપતિ તરીકે એન ડી એ ના ઉમેદવાર અને આદિવાસી મહિલા દ્રોપદી મુર્મુનો ભવ્ય વિજય થતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિજેતા રાષ્ટ્રપતિના માનમાં ઉમરપાડા ખાતે આદિવાસી સમાજની વિશાળ અભિનંદન રેલી યોજાઇ હતી.
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવાના નેતૃત્વ હેઠળ પરંપરાગત આદિવાસી વેશભૂષા વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયની અભિનંદન રેલી બસ ડેપોથી નીકળી ઉમરપાડા ચાર રસ્તા ખાતે પહોંચી હતી અને સભાના રૂપમાં ફેરવાઈ હતી. આ સમયે તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા એ સંબોધન કરતા જણાવ્યું કે દરેક સમાજને સાથે લઈને ચાલનારી વિશ્વની મોટામાં મોટી રાજકીય રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ દેશનું સર્વોચ્ચ પદ આદિવાસી સમાજને આપવાનું કામ કરી આદિવાસી સમાજને મોટું ગૌરવ અપાવ્યું છે તેમણે તાપી અને સાગબારાની આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિના હસ્તે મળેલા એવોર્ડની પણ વિસ્તૃત છણાવટ કરી ખરા અર્થમાં આદિવાસીઓને ગૌરવ આપવાનું કામ માત્ર રાષ્ટ્રવાદી ભાજપ પક્ષ જ કરી શકે એ ફલિત થઈ રહ્યું છે.
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વાર વિશ્વ ની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં એક આદિવાસી મહિલાને દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ મળ્યું ત્યારે ખરા અર્થમાં ભાજપ ગરીબ શોષિત અને કચડાયેલા વર્ગોનું ઉત્થાન કરનારી રાજકીય પાર્ટી છે તે આજે સાબિત થયું છે. દેશના 11 કરોડ આદિવાસી વતી અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાર્ટીના પ્રમુખ જે પી નડાનો આભાર માનીએ છે. દ્રોપદીજીનું રાષ્ટ્રપતિ બનવું એ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે આદિવાસી મહિલા દ્રોપદીજીનો વિજય એ સામાન્ય વિજય નથી તેમના વિજયના રેકોર્ડ બન્યા છે. 75% મતો એનડીએ ના ઉમેદવારને મળ્યા છે સૌથી નાની ઉંમરના મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. હવે આદિવાસી સમાજના વિકાસને કોઈ રોકી શકવાનું નથી અભિનંદન રેલીમાં ઉમરપાડા ભાજપના પ્રભારી રાકેશભાઈ સોલંકી મહામંત્રી દીપકભાઈ વસાવા રિતેશભાઈ વસાવા ભાજપના તાલુકા જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો ભાજપ સંગઠનના આગેવાનો સરપંચો જોડાયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ