ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ અલગ આદેશના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિએશને તા.22 મીના રોજ રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું એના સંદર્ભમાં ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજપીપળા બ્રાંચ દ્વારા પણ એક દિવસ માટે 24 કલાકની હડતાળનું એલાન જાહેર કર્યું હતું.
ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજપીપળા બ્રાંચના પ્રમુખ ડો. ગિરીશ આનંદના જણાવ્યા અનુસાર તા. 22 મી ના રોજ ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ અલગ આદેશના વિરોધમાં રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડૉક્ટરોએ હડતાળ પાડી હતી. એમાં રાજપીપલાના તબીબો પણ એક દિવસીય હડતાળમાં જોડાયા હતા. જોકે OPD તથા ઈમરજન્સી સારવાર ગુજરાતમાં પહેલી વખત ખાનગી હોસ્પિટલોમાં બંધ રહી હતી. દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે સરકારી અથવા ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર આપવાનું નક્કી કરાયું હતું.
Advertisement
દીપક જગતાપ, રાજપીપલા