સુપ્રિમ કોર્ટે ICU હોસ્પિટલોના ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના કરેલા હુકમના વિરોધમાં I.M.A.ના નેજા હેઠળ વડોદરા શહેર જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનીકોના તબીબોએ એક દિવસ હડતાળ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરની 500 હોસ્પિટલો અને 300 ખાનગી ક્લિનીકના તબીબોએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઇ.સી.યુ. લઇ જવાથી દર્દીઓ અને તેમના પરિવારને ભારે મુશ્કેલી પડશે. આઇ.સી.યુ. ઓપરેશન થિયેટરની બાજુમાં જ હોવું જોઇએ. જો હોસ્પિટલ સંચાલકોને ન્યાય નહિં મળે તો આવનારા દિવસોમાં સરકારમાં નિર્ણય અંગે પુનઃ વિચારણઆ કરવા માટે રજૂઆત કરીશું. નોંધનીય છે કે, ખાનગી હોસ્પિટલ અને ક્લિનીકોના ડોક્ટરોની હડતાળથી સરકારી હોસ્પિટલો દર્દીઓનું કોઇ ભારણ વધ્યું નથી.
ઉલ્લેખનિય છે કે, જુન માસના અંતમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક PIL ની સુનાવણી બાદ નામદાર કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે હોસ્પીટલમાં થતી ફાયર ઈમરજન્સીની ઘટનાને પગલે હવે તમામ ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે. સાથે સાથે કાંચની એલીવેશન વિન્ડો દુર કરવી પડશે. ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વધારવા પડશે. આ મૌખિક હુકમથી નારાજ ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા આજે એક દીવસીય હડતાળની જાહેરાત કરી હતી. પરિણામે આજે વડોદરા શહેર-જિલ્લાના 3000 હજાર ઉપરાંત તબીબો હડતાળ ઉપર ઉતરી જતાં, પ્રવર્તમાન ઋતુજન્ય રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ ઉપર સામાન્ય અસર પડી છે.
વડોદરાનાં 3000 તબીબોનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU રાખવાનો પ્રચંડ વિરોધ.
Advertisement