વિક્રમસિંઘ અને ગુણવર્દનેની જોડી પર હવે શ્રીલંકાને અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી ઉગારવાનો બોજ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના સાથીઓએ દેશ છોડી દીધો છે.
શ્રીલંકાના દિગ્ગજ નેતા દિનેશ ગુણવર્દનેને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે દ્વારા પીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
વિક્રમસિંઘે બુધવારે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. વિક્રમસિંઘે અને ગુણવર્દનેની જોડી પર હવે શ્રીલંકાને અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી ઉગારવાનો બોજ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના સાથીઓએ દેશ છોડી દીધો છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંહ અને પીએમ ગુણવર્દને બંને 73 વર્ષના છે. દિનેશ ગુણવર્દને શ્રીલંકાના વરિષ્ઠ રાજકારણી, સંસદ સભ્ય, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને શ્રીલંકાના સંસદ સભ્ય છે. ગુણવર્દને અગાઉ શ્રીલંકાના વિદેશ મંત્રી અને શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ એપ્રિલમાં તેમને ગૃહમંત્રી બનાવ્યા હતા. વિક્રમસિંઘેએ ગુરુવારે શપથ લીધા હતા. તેઓ દેશના આઠમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.