નડિયાદ પશ્ચિમમાં માઇ મંદિર નજીક આવેલા જલદર્શન એપાર્ટમેન્ટ ખાતેના પાર્કિંગ એરીયામાં ગુરુવારની બપોરે એક મહિલા આવી હતી અને તેણે પોતાની સાથે રહેલું નવજાત શીશુ ત્યજીને ત્યાથી પલાયન થઈ ગઈ હતી. જોકે, આ પહેલા અહીંયા એપાર્ટમેન્ટમાં કામ કરતી મહિલાએ આ નવજાત શીશુ સાથે આવેલી મહિલાને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ખાલી બેઠી છું તે પોતે વલ્લભનગર બાજુ રહે છે. જોકે, આ પછી માત્ર દસ મિનિટના સમયમાં એપાર્ટમેન્ટમાં કામ કરતી મહિલાએ પોતાનું કામ પતાવી. અહીંયા પાર્કિંગ એરિયામાં આવતા ફક્ત નવજાત શિશુ કપડામાં લપેટેલી હાલતમાં જોતા મહિલા ચોકી ઉઠી હતી અને સમગ્ર મામલે આસપાસની બહેનોને જણાવી હતી. તમામ મહિલાઓએ નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે નવજાત શિશુને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યુ છે.
સીસીટીવીમાં આ મહિલા શિશુને મૂકી દોડતી દેખાતી નજરે પડી બીજી બાજુ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ આરંભી છે, જેમાં સ્પષ્ટપણે આ મહિલા નવજાત શિશુને મૂકી દોડતી દેખાતી નજરે પડે છે. તેણીએ કાળો ડ્રેસ પહેરેલો છે અને ગુલાબી ઓઢણીથી મોઢું ઢાંકેલું છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ