વડોદરા શહેરના કલ્યાણનગર નવી નગરીમાં ગટર ઉભરાતી હોવાના કારણે ગંદકીના ઠર જામેલા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. પાણીજન્ય રોગના કારણે ઘેર-ઘેર માંદગીના ખાટલા મંડાયા છે.
કલ્યાણનગર નવી નગરીના રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. સાફ-સફાઈના અભાવે લોકો પાણીજન્ય રોગના શિકાર બની રહ્યા છે. કોર્પોરેશનનું સંબંધિત તંત્ર કલ્યાણનગર નવી નગરીના વસાહતોની સમસ્યા સાંભળી સત્વરે નિકાલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો સત્વરે ગંદકીની સમસ્યા દૂર નહીં થાય તો વસાહતના રહીશો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનશે તેવી સંભાવના નકારી શકાય એમ નથી.
Advertisement