આજે યુવા વિઘાનસભા સત્રની અંદર અમદાવાદના રોહન રાવલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ એક દિવસના મુખ્યમંત્રી બનાવા માટે પણ રોહને 6 રાઉન્ડ પાર કરવા પડ્યા હતા. 2 મહિના સુધી ઈન્ટરવ્યૂ તમામ ધારાસભ્યો બનવા માટે વિદ્યાર્થીઓના ચાલ્યા હતા.
તેમાં પણ ફક્ત મુખ્યમંત્રીની પસંદગી માટે વાત કરવામાં આવે તો છ પ્રકારના અલગ અલગ ઈન્ટરવ્યૂ રાઉન્ડ કરવામાં આવ્યા હતા. સીએમ તરીકે પ્રાઈવેટ સ્કૂલ ઝાયડસના ધોરણ 12 ના વિદ્યાર્થી અમદાવાદનો રોહન રાવલનું સૌથી મોટું પદ છે જેથી બારીકાઈથી ઈન્ટરવ્યૂ લેવાયું હતું. ત્યાર પછી જ તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા તરીકે ગૌતમ દવેની, વિધાનસભા અધ્યક્ષ તરીકે મિશ્રી શાહની પસંદગીમાં પણ ઈન્ટરવ્યૂ થયા હતા. આજે વિધાનસભા શરુ થતાની સાથે જ રોહનની રાબેતા મુજબની કાર્યવાહી પણ મોક વિધાનસભામાં જોવા મળી હતી.
ખાસ કરીને આજની વિધાનસભામાં ગુજરાતના તમામ રીજનમાંથી તેમજ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 63, રાજકોટના 39, ગાંધીનગરના 21, સૂરતના 16, વડોદરાના 14, કચ્છના 10 અને અમરેલીના 7 તેમજ ગોંડલના 5, જામનગરના 4 એમ વિવિધ વિસ્તારોના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.