વાંકલ/ માંગરોળ તાલુકામાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે તા. ૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સપ્તધારા – રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત મહેંદી, આરતી થાળી શણગાર. કેશ ગૂંથણ અને રંગોળી સ્પર્ધાઓની ઊજવણી કરવામાં આવી હતી. મહેંદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત મહેંદી ઉપરાંત સર્વધર્મ સમભાવ, બેટી બચાવો જેવા વિચારો મહેંદીના માધ્યમ દ્વારા રજૂ કર્યા હતા.
આરતી થાળી શણગાર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ઉપયોગમાં આવતી વસ્તુઓ સિવાય અન્ય સામગ્રી દ્વારા પણ અવનવી ભાતમાં આરતી થાળી શણગારી હતી. કેશ ભૂંથણના સ્પર્ધામાં દુલ્હન, વેસ્ટર્ન અને અન્ય પ્રકારના કેશ ગૂંથણ ગુંથ્યા હતા. મહેંદી સ્પર્ધામાં ૪૮, આરતી થાળી શણગારમાં કુલ ૧૭, , કેશ ગૂંથણ સ્પર્ધા ૫ અને રંગોળી સ્પર્ધામાં ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય પાર્થિવ ચૌધરી દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને જીવનમાં તેમનું મહત્વ સમજાવ્યું હતું. નિર્ણાયક તરીકેની ભૂમિકા કોલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓનું સફળ સંચાલન સપ્તધારા સમિતિના કોઓર્ડીનેટર ડૉ. રાજેશ સેનમા અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ