આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેને શોકદર્શક ઠરાવ કરી મુલતવી રાખવામાં આવી હતી પરંતુ સભાની તારીખ એક મહિના પછી મુલતવી કરતાં કોંગ્રેસ પક્ષના નારાજ કાઉન્સિલરો દ્વારા ફ્લોર પર બેસી જઇ પોતાનો વિરોધ નોંધાયો હતો.
વડોદરા શહેરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રજાના પ્રશ્નો સભામાં ચર્ચાવા જોઈએ તેને બદલે સભા મુલતવી રાખી 1 અને આવનારી સભા એક એક મહિના પાછી ઠેલાવવામાં આવે છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા આ સભા આવતા વીકમાં રાખવામાં આવે તેવી માંગ સાથે સામાન્ય સભાના ફ્લોર પર બેસી જઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે બીજી તરફ વડોદરાના પ્રથમ નાગરિક કે રોકડિયા જણાવ્યું હતું કે કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે વર્ષોથી જે પ્રણાલિકા ચાલતી આવી છે તે પ્રમાણે જ શોખ દર્શક ઠરાવ કરી અને સામાન્ય સભા મુલતવી કરવામાં આવી છે. કોંગ્રેસના સભ્યો કોંગ્રેસના કાઉન્સિલરો કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાને કોઈપણ જાતની રજૂઆત કરવી હોય તો મેયર ચેરમેન કે કમિશનરને કરી શકે છે કે પછી વોર્ડ કચેરીમાં પણ પોતાના પ્રશ્નો મૂકી શકે છે અને તેનો નિરાકરણ પણ થઈ શકે છે.