પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઉપરોકત પોલીસ કર્મચારીઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે ચકલાસી પોલીસ સ્ટેશન પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૧૮ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી જીગ્નેશકુમાર શશીકાંતભાઇ રાવળ રહે.પીજ તા.વસો જી.ખેડા નાનો હાલ રાજકોટ હાંઢીયાપુર રિધ્ધી સિધ્ધી શેરી નં.૧ ખાતે રહે છે અને રાજકોટ જી.આઇ.ડી.સી.માં પાણીની ટાકી બનાવવાની ફેકટરીમાં નોકરી કરેલ છે જેવી ચોક્કસ બાતમી હકીકત મળતા નડીયાદથી રાજકોટ તપાસ અર્થે રવાના કરેલ અને બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા આરોપી જીગ્નેશકુમાર શશીકાંતભાઇ રાવળ તથા ભોગબનનાર સોનલબેન ડો/ઓ દિનેશભાઇ રમણભાઇ રાવળ રહે.પણસોરા તથા તેઓનુ બાળક હાલ દિન-૧૨ નું સાથે મળી આવતા તેઓને ડીટેઇન કરી ચકલાસી પોલીસ સ્ટેશન આવવા રવાના થયેલ તે દરમ્યાન ઉપરોકત પોલીસ માણસોને બાતમી હકીકત મળેલ કે ચકલાસી પોલીસ સ્ટેશન આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૧૮ મુજબ ના કામનો નાસતો ફરતો આરોપી નગીનભાઇ બુધાભાઇ સોઢાપરમાર રહે.ચલાલી મગનદેસાઇનો કુવો તા.નડીયાદ જી.ખેડા નાનો આ કામની ભોગબનનાર કંચનબેન ડો/ઓ અજીતભાઇ સુખદેવભાઇ ચૌહાણ રહે.ચલાલી તા.નડીયાદ જી.ખેડા નાઓ તેઓના ૩ માસના દિકરા સાથે રાજકોટ પાસે આવેલ મેગણી ગામેની સીમમાં આવેલ કાંતીભાઇ પટેલના વાડીએ રહે છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા સદર બાતમી હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત વર્ણન મુજબનો ઇસમ તથા ભોગબનનાર મળી આવતા તેની વધુ તપાસ અર્થે રાજકોટ થી ચકલાસી પો.સ્ટે. લાવી આગળની કાર્યવાહી કરવા ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ