Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય.

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે ર૦રર-ર૩ માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. ૧૮૮.૧ર કરોડના કામો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Advertisement

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે. આ ૯ નગરપાલિકાઓમાં ગઢડા STP (૬.૩ MLD, ક્ષમતા, રૂ. ર૩.ર૯ કરોડ), કઠલાલ STP (૪.પ MLD ક્ષમતા, રૂ. ૧૪.૦ર કરોડ), મહુધા STP (૪ MLD ક્ષમતા, રૂ. ૧૦.૦૦ કરોડ), પાટડી STP (૩.૪ MLD ક્ષમતા, રૂ. ૯.૬૮ કરોડ), સાવરકુંડલા STP (૧૩.૪૦ MLD ક્ષમતા, રૂ. ૩૦.પ૬ કરોડ), બાયડ STP (પ.૦૭ MLD તથા ૦.૩૧ MLD ક્ષમતા, રૂ. ૧૩.૧૭ કરોડ), સિદ્ધપુર STP (૧૩.પ૦ MLD ક્ષમતા, રૂ. ૪૮.૩૧ કરોડ), સોજીત્રા STP (ર.પ MLD ક્ષમતા, રૂ. ૧૦.૬૧ કરોડ) અને વલ્લભ વિદ્યાનગર STP (ર૧ MLD ક્ષમતા, રૂ. ર૮.૪૮ કરોડ)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP ની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. તદઅનુસાર, નગરપાલિકાઓમાં કુલ ૧૪૯૭ MLD ક્ષમતાના રૂ. ૧૮પ૦ કરોડના ૧૬૧ STP ના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી પ૭ નગરપાલિકાઓમાં ૭ર૦ MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે. મુખ્યમંત્રીએ જે ૯ નગરપાલિકામાં STP કામોને મંજૂરી આપી છે ત્યાં STP દ્વારા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવી પર્યાવરણમાં નિકાલ કરવા અથવા તો ખેતી/ઉદ્યોગોમાં વપરાશ કરવા પુરતો પ્રયાસ કરવામાં આવશે.


Share

Related posts

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

ProudOfGujarat

અરવલ્લીનાં મોડાસા તાલુકામાં OPS લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે ગાંધી જ્યંતિના દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દર્શાવ્યો વિરોધ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં મોસાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દવા અને સારવાર લેવા આવેલ દર્દીઓ એકબીજાનું અંતર જાળવે તેવું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!