Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

Share

૧૧ મી જુલાઇ ના રોજ કરજણ નદીના ઘોડાપૂરમાં ગામલોકો ફસાઈ ગયા હતા અને લોકોના જીવને સંકટમાં મૂકનારી આ જળ આફતથી સહેજ પણ ડર્યા વગર, વરસતા વરસાદમાં મેઘલી રાતે એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફના જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને પીઠબળ આપીને, બચાવ કાર્યના બહોળા અનુભવનો વિનિયોગ કરીને લોકોને ઉગારી લીધા હતા અને એમની જીવન રક્ષા કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આ શૂરવીર જવાનોને આ જીવનરક્ષક અને પ્રશંસનીય સેવાઓ માટે પ્રશસ્તિપત્રો પ્રદાન કરી બિરદાવ્યા છે. તેમાં જણાવ્યું છે કે, “ઘોર સંકટની ઘડીમાં તમે અપ્રતિમ હિંમત અને સાહસ તેમજ વ્યવસાયિક કુશળતાનો જે અભૂતપૂર્વ સમન્વય કર્યો તે આ સંકટમાં ફસાયેલા લોકોને ઊગારનારો બની રહ્યા છો.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારના ભરચક બજારમાં પરણિત યુવતીનુ અપહરણ થતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાફડા જલેબી ખાવા માટે લોકોની લાગી લાંબી લાઈનો : જાણો શા માટે ખાવામાં આવે છે ફાફડા અને જલેબી

ProudOfGujarat

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!