Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : ગતરાત્રે બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ, ચાર કલાકમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં દુકાનોમાં પાણી ભરાયા.

Share

બોડેલી પંથકમાં ચાર કલાક મા 4.12 ઇચ તો જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો. બોડેલી થોડા વિરામ બાદ ફરી વરસાદ શરુ થતા નિચાણવાળા વિસ્તારોના જીવ તાળવે ચોંટયા હતા. બોડેલી અલીપુરાની કેટલીક દુકાનોમાં પાણી ભરાવાના બનાવ પણ રાત્રે જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા બોડેલી વિસ્તારમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ગતરાત્રે બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાક જેટલા સમયમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. બોડેલીના નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા બનાવો સામે આવ્યા છે. બોડેલીના છોટાઉદેપુર રોડની દુકાનોમાં પાણી ભરાયા હતા. રાત્રે બે વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં ભદામ ગામમાં કરજણ નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.

ProudOfGujarat

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા દત્તક લીધેલ નર્મદા જિલ્લાનાં અંતરિયાળ વાંદરી ગામે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાનાં હસ્તે અનાજની કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!