અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજ ભારે ખર્ચ કરીને તૈયાર કરાયો છે છતાં ઉદઘાટન કરવામાં વિલંબ જોવા મળી રહ્યો છે. જેથી વિપક્ષ નેતાઓ આજે ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા બ્રિજનો એરીયલ વ્યૂ પણ લેવામાં આવ્યો હતો ત્યારથી લોકોની તાલાવેલી આ વરસાદમાં ફૂટ બ્રિજ પર જવાની વધી રહી છે ત્યારે વિલંબ થતા કોંગ્રેસના નેતાઓ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા.
વિપક્ષ નેતા સહેજાદખાન પઠાણ તેમજ અન્ય કોંગ્રેસી કોર્પોરેટરો અને અન્ય કાર્યકર્તાઓ બેનરો સાથે ફૂટ ઓરબ્રિજનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા અને શા માટે ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન હજૂ સુધી લોકો માટે નથી કરાયું તેને લઈન સવાલો ઉઠાવ્યા હતા અને જાતે જ ત્યાં ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ કામ પુરું થતા ઉદઘાટન ના થવાથી વિરોધ નોંધાવ્યો હતો. આમ અનોખો વિરોધ કોંગ્રેસનો જોવા મળ્યો હતો. વરસાદીની વચ્ચે કોંગ્રેસના કાર્યકરો આ પ્રકારે ફૂટ ઓવર બ્રિજનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા.
74 કરોડના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રીજ બનાવાયો છે. સાબરમતીના બંને છેડે બનાવવામાં આવેલા 300 મીટર બ્રિજની લંબાઈ છે. 100 મીટર વચ્ચેનો સ્પાન બનાવવામાં આવ્યો છે જેના કારણે બ્રિજ પર બેસવા માટે આસાન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત આર.સી.સી. પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ માટે પણ બ્રિજ પર આ વ્યવસ્થા કરાઇ છે. બ્રિજની વચ્ચે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ ડાઈનેમિક લાઈટ ઉપરાંત ગ્રીનરી પણ જોવા મળશે. પતંગ આકારના સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે. અહીં ખાણી-પીણીના સ્ટોલ પણ ઊભા કરાશે. ફૂટ ઓવરબ્રિજ ૫૨ આરસીસીનું ફ્લોરિંગ છે તેમજ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ છે. આ સિવાય પણ અન્ય પ્રકારની વિશેષતાઓ પણ છે.