આ દુર્ઘટના ખલઘાટ પર બનેલા નર્મદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મધ્યપ્રદેશમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. 55 મુસાફરો સાથેની બસ ખરગોન અને ધાર જિલ્લાની સરહદે નર્મદા નદીમાં પડી હતી.
ખલઘાટના નર્મદા પુલ પર આ અકસ્માત થયો હતો. મહારાષ્ટ્ર રોડવેઝની આ પેસેન્જર બસ ઈન્દોરથી પુણે જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ખરગોનના એસપી ધરમવીર સિંહનું કહેવું છે કે 13 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોમાંથી 5-7 લોકોની હાલત અત્યંત નાજુક છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોએ જણાવ્યું કે બ્રિજની રેલિંગ તોડીને બસ સીધી નદીમાં ન પડી અને ખડક પર પડી, ત્યાર બાદ તે વહેતી નદીમાં પલટી ગઈ.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં બસના ભાગો વેરવિખેર થઈ ગયા હતા અને કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતા, તો ઘણા ત્યાં ફસાઈ ગયા હતા. બસમાં લગભગ 55 લોકો સવાર હતા. સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલા બચાવ કર્મીઓએ બસમાં ફસાયેલા અને નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.