ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રાઈનારી વિભાગનાં શિક્ષકોએ શાળાનાં ભૂલકાંઓ માટે વર્લ્ડ આઈસ્ક્રીમ ડે (સત્ર 2022-2023) આયોજિત કર્યો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
વર્લ્ડ આઈસ્ક્રીમ ડે ઉજવવાનો મુખ્ય હેતુ તે જ હતો કે આઇસક્રીમને ખાવાની અને માણવાની આપને બધાને ખબર છે પરંતુ તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેનો ઇતિહાસ શું છે? તેની જાણ બાળકો સુધી પહોંચાડવાની હતી. શાળા દ્વારા યોજવામાં આવતા આવા વિવિધ પ્રોગ્રામો દ્વારા બાળકમાં માત્ર પુસ્તકયુ જ્ઞાન જ નહીં પરંતુ અવનવું જ્ઞાન વિકસે અને તેમની આસપાસ રહેલી વસ્તુઓની પણ તેઓ માહિતી લેતા થાય તેવો શાળાનો ઉદ્દેશ છે.
સૌ પ્રથમ નાના ભૂલકાંઓએ પ્રાર્થનાં દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ આઈસ્ક્રીમનો ઈતિહાસ, આઈસ્ક્રીમ કઈ રીતે બને છે અને આઈસ્ક્રીમ કોણ-કોણ અને કેટલા ભાવથી ખાય છે તેની માહિતી અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણેય ભાષાઓમાં આપવામાં આવી હતી. ત્યારબાદ વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા આઈસ્ક્રીમની ઉત્પત્તિ અને આઈસ્ક્રીમ કેવી રીતે બને છે તેની માહિતી આપવામાં આવી હતી. આઇસ્ક્રીમમાં વપરાતી સામગ્રી દૂધ, મલાઈ, એસન્સ, ખાંડ, ચોકો ચિપ્સ તથા વેનીલા, ચોકોબાર, ઓરેન્જ, કેન્ડી જેવા રોલ પ્લે બાળકો દ્વારા ભજવવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા પણ આ કાર્યક્રમના અનુસંધાનમાં આઈસ્ક્રીમના મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. રોજિંદા જીવનમાં આઈસ્ક્રીમ તો આપણે બધા ખાઈએ છીએ, પણ તેના વિશે આપણે કેટલું જાણીએ છીએ તે વિશે માહિતી આપવામાં આવી હતી. અંતમાં આઈસક્રીમ ફ્લેવર ઉપર એક સુંદર મજાનું કાર્ટુન ગીત બાળકોને બતાવીને બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5 ના બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ