Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

Share

ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો.

ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે રાષ્ટ્ર પર પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરી, ‘સ્વતંત્રતા’ માટે સંપૂર્ણ સમર્પણ સાથે બલિદાન આપવાનું લોખંડી મનોબળ ધરાવતા હતા. એકતા જેના પર આજે ભારતની ઇમારત ઉભી છે અને 182 મીટરની ઉંચાઈએ ગર્વથી ઊભેલી લોખંડી પુરૂષની પ્રતિમા વિશ્વની એન્જિનિયરિંગ અજાયબી, આત્મ-મૂલ્ય, આત્મવિશ્વાસ અને વિશ્વ ગુરુ બનવાની પ્રતિજ્ઞા, સમર્પણ, પ્રતિબદ્ધતા અને ભારત તરીકેની એકતાની દિશાને ફરીથી પ્રજ્વલિત કરે છે. ભારતીય તરીકે ખૂબ જ ગર્વ અનુભવ્યો. સરદાર પટેલ માટે મારો આદર આકાશ કરતાં પણ ઊંચો છે.

રાજયપાલ ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

Advertisement

રાજયપાલનું આગમન થતા ગાઇડ મયુરસિંહ રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર ડૉ. મયુર પરમારે રાજયપાલ ગુરમિતસિંઘને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિલમાંથી બે કેદીઓ ફરાર.

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કરજણનાં કંડારી ગામ નજીક આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચ : ગાંધીબજાર વિસ્તારમાં રસ્તા પરનો ખાડો કોઈનો ભોગ લે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે ? અત્યારસુધી ખાડામાં 10 કરતાં વધુ રાહદારીઓ ખાબકયા છતાં નગરપાલિકાની આંખ ખૂલતી નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!