Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા એસ.ટી ડેપોની કેબિનેટ મંત્રી એ ઓચિંતી લીધી મુલાકાત.

Share

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજરોજ ખેડા ખાતે એસટી બસ ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી. એસટી ડેપોની સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા તથા બસોની નિયમિતતાની ચકાસણી કરી કેબિનેટ મંત્રી એ એસટી સ્ટાફ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સાદરા, વણસોલ, સણસોલી ગામોમાં બસોના પ્રશ્નો અંગે ચર્ચા કરતા મંત્રીએ વિદ્યાર્થીઓ માટેની બસોની નિયમિતતા ખાસ જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ જો પરીક્ષા દરમ્યાન એક બસ ચૂકી જાય તો તેમનું આખુ વર્ષ બગડી શકે, માટે વિદ્યાર્થીઓ માટેની બસો અંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે મંત્રીએ સામાન્ય પરિવારના બાળકોના ભવિષ્ય અંગે સંવેદનશીલતા દાખવી એસટી સ્ટાફને ઉચિત વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : શ્રમિક ટ્રેન મારફતે પરપ્રાંતિયોને ઘરે મોકલાય રહ્યા છે ત્યારે ખર્ચ માટે બેંકો બહાર રૂપિયા ઉપાડવા લાઈનો લાગી.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ સ્ટેશનની હદમાં જીન્દાલ કંપનીની પાસે બનેલી લૂંટનાં ગુનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઉકેલી નાંખ્યો…

ProudOfGujarat

વાલીઓ માટે કસોટીના દિવસોની શરૂઆત. જાણો કેમ? ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!