સિંગાપુર ઓપનમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ધમાલ મચાવી દીધી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, તેને સેમિ ફાઇનલામં જાપાનની સાઇના કાવાકામીને સીધા સેટમાં હરાવી હતી.
મહત્વપૂર્ણ છે કે ફાઇનલ માટે પીવી સિંધુ અને સાઇના કાવાકામી વચ્ચે સેમિ ફાઇનલ રમાઇ હતી જે સિંધુએ 21-15, 21-7 ના અંતરથી આસાનીથી જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામી એક વખત ફરી સિંધુ પર ભારે પડતી જોવા મળી નહતી. ઓહોરી અથવા વાંગ સામે ફાઇનલ મુકાબલો રમાઇ શકે.
ખિતાબી મુકાબલામાં પીવી સિંધુની સીધી ટક્કર જાપાનની આયા ઓહોરી અથવા ચીનની જી યી વાંગ સામે થશે. જાપાનની આયા ઓહોરીએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય સ્ટાર સાઇના નહેવાલને હરાવી હતી. સાઇના નહેવાલને જાપાનની આયા ઓહોરીએ 21-13, 15-21, 22-20થી હરાવી હતી. ઓહોરીને ખિતાબી મુકાબલામાં સિંધુ સામે ટકરાવવામાટે હવે જીયી વાંગને હરાવવી પડશે.
પીવી સિંધુએ ચીનની હાન યૂઇને એક કલાક કરતા વધુ ચાલેલા મુકાબલામાં હરાવીને સિંગાપુર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની સાતમા નંબરની ખેલાડીએ એક ગેમ ગુમાવ્યા બાદ 17-21, 21-11, 21-19 થી જીત મેળવી હતી. સિંધુ માટે જેટલુ મુશ્કેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રહ્યો હતો, એટલી જ આસાન સેમિ ફાઇનલ રહી હતી, તેને માત્ર 30 મિનિટમાં કાવાકામીને હરાવી હતી.
પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે, તેને આ વર્ષે માર્ચમાં રમાયેલી સ્વિસ ખિતાબ પર કબજો જમાવ્યો હતો, તેને સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરૂંગફાનને 21-16, 21-8 થી હરાવ્યુ હતુ. પીવી સિંધૂનો જાપાની ખેલાડી વિરૂદ્ધ મેચ પહેલા જીતનો રેકોર્ડ 2-0 હતો અને બન્ને વચ્ચે અંતિમ મુકાબલો 2018 ચાઇના ઓપનમાં રમાયો હતો.