બોડેલી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પાણી ભરાતા અહીના રજાનગર, વર્ધમાન નગર, દિવાન ફળીયા વિસ્તારમા પાણી ભરાઇ જતા લોકોની અનાજ, કપડા સહિતની ઘરવખરી તણાઇ ગઇ છે ત્યારે સ્થાનિકો તેમજ વહીવટી તંત્ર સાથે ધાર્મિક સંસ્થાઓ મદદે આવી છે ત્યારે તમામ લોકો નાત જાતના ભેદભાવ વગર અસરગ્રસ્તોને સહાય આપવામા આવી રહી છે.
મોહસિને આઝમ મિશનના ડિઝાસ્ટર રિલીફ ડિપાર્ટમેન્ટ અસકરી રિલીફ ફાઉન્ડેશન તેના સ્થાપક હુઝુર ફાઝીલે બગદાદ સૈયદ હસન અસકરી અશરફના માર્ગદર્શન હેઠળ માનવતાને પ્રાથમિકતા આપી તમામ કોમો વતનની ખિદમત કરી હતી. બોડેલી તેમજ તેના આજુબાજુનો વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે ત્યાં કોઈપણ પ્રકારના નાત-જાત ધર્મનો ભેદભાવ રાખ્યા વગર ફક્ત માનવતાને પ્રાથમિકતા આપી મદદ કરવામાં આવી હતી અને મોહસીને આજમ દ્વારા ત્રણ દિવસમા 300 જેટલી કીટો અસરગ્રસ્તોને આપી માનવતા મહેકાવી હતી.
રેહાન પટેલ, છોટાઉદેપુર