જીએસટી કાઉન્સિલે ઘઉં, ચોખા, દાળ અને લોટ પર 5 ટકા જીએસટી લાગુ કરતાં બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો છે. જ્યારે અનાજના વેપારીઓએ 16 જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં હાથીખાનાના 400 વેપારીઓ પણ જોડાશે અને શનિવારે પોતાની દુકાનો બંધ રાખી છે.
બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રેસિડન્ટ નિમેશ મહેતાએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની પેક કરેલા તેમજ લેબલ લગાવેલા તમામ ખાદ્ય પદાર્થો સહિત અન્ય કેટલીક વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની યોજના સામે દેશના અનાજના તમામ વેપારી રોષમાં છે. આ નિર્ણયથી નાના વેપારી બરબાદ થશે, જ્યારે મોટી બ્રાંડનો કારોબાર વધશે. પ્રી-પેક, પ્રી લેબલ દહીં, લસ્સી અને છાસ સહિત પ્રી પેકેજ્ડ અને પ્રી લેબલ રિટેલ પેક પર પણ જીએસટી લાગશે. આ નિર્ણયનો વેપારી વિરોધ કરી રહ્યા છે.
Advertisement