Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : સાડીઓનો શો રૂમ ધરાવતા વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.

Share

વડોદરાના વિવિધ વિસ્તારમાં ઠાકુર સાડી નામથી અનેક શો-રૂમ ધરાવતા સાધનાની પરિવારને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પશૂટર એન્થોનીના નામનો ઉપયોગ કરી 11 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ખંડણી નહિ આપે તો વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વડોદરાના જુદાજુદા વિસ્તારોમાં જાણીતી એવી ઠાકુર સાડીના શો-રૂમ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાનીને ગત 11 જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો. જેમાં તુ મીક્કી છે ને? મને 11 કરોડ રૂપિયા જોઇએ અને તું 11 કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉ. હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. તારે પોલીસ સ્ટેશનમાં જે લખાવવું હોય તે લખાવી દેજે, હું પોલીસથી ડરતો નથી એવી ધમકી આપી હતી. આટલું જ નહિ ફોન કરનાર આરોપીએ કહ્યું કે, હું નકલી નોટના કેસમાં વડોદરાની પુજા હોટલમાંથી ભાગેલો છું અને તે કેસમાં મારી પત્ની અને મારો છોકરો જેલમાં છે, તેમને છોડાવવા પચાસ લાખ ખર્ચો થશે. મારો કેસ પતાવવા પચાસ લાખ તથા મારુ દાજીનગરમાં ઘર બને છે તે બનાવવા પચાસ લાખ થશે. આ બધું પુરુ કરી મારે ભારત છોડી વિદેશ જવાનું હોવાથી તેનો ખર્ચો થશે. જેથી તું 11 કરોડ રૂપિયા પહોંચાડી દે…જેના જવાબમાં ફરિયાદીએ કહ્યું કે હું ગરીબ માણસ છું અને સાડીનો વેપાર કરું છું. આટલા બધા રૂપિયા મારી પાસે નથી. તો સામેથી ધમકી આપનારે કહ્યું કે, તું ફોર્ચ્યુનર ગાડી લઇને ફરે છે તારી કીડની અને લીવર ખરાબ થઇ જાય તો તું પૈસા ના ખર્ચે? તે પૈસા મને આપ. જેથી વેપારી મનોજભાઇએ કહ્યું- મારુ લીવર કીડની ફેઇલ થશે તો હું મરી જઇશ પણ ખર્ચો કરી શકું નહીં. જેથી ધમકી આપનારે કહ્યું કે, મુકેશ હરજાણી મને 2013 થી મારી નાખવાની ધમકી આપતો હતો તેને મેં જ ગોળી મારીને મારી નાખ્યો છે તેની તેને ખબર છે? અને જો તારી પાસે મને આપવા પૈસા ન હોય તો તારે મહાકાલ પાસે જવું જ પડશે. હું મારી રીતે તને પતાવી દેવાની તૈયારી કરુ છું. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

Advertisement

ધમકીભર્યો ફોન કરનાર આરોપી આટલેથી ન અટકી સાડીના વેપારીને વિડિયો કોલ કરે છે અને સિલ્વર અને બ્લેક કલરની બે બંદૂક બતાવી ફરી ધમકી આપે છે કે 11 કરોડ રૂપિયા નહીં આપે તો આજ બંદુકોથી જાનથી મારી નાખીશ. તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે મને ખબર છે તેને ઉઠાવી લઇશ અને તારા પરિવારમાં બધાને પુરા કરી દઇશ. વિડિયો કોલ કરી ધમકી આપનારનો ચહેરો દેખાય જતાં સાડીના વેપારી તેને ઓળખી ગયા. જેમાં કારમાં બેસી ધમકી આપનાર શખ્સ વારસિયામાં રહેતો રવિ બિમનદાસ દેવજાની હોવાનું સામે આવ્યું. આરોપી રવિ આનાથી પણ ન ડરી ફરી એકવાર સાડીના વેપારી મનોજભાઇને એ જ નંબરથી ઓડિયો કોલ કરી 11 કરોડની ખંડણી માંગે છે, સાથે જ મનોજભાઇને પિતા અને ભાઈને પણ વોટ્સએપ કોલ કરી ખંડણી માંગી ધમકી આપે છે. બાદમાં આરોપી રવિ 12 જુલાઇના રોજ ફરીથી એ જ મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી ધમકી આપે છે કે તારા પિતા અને ભાઇઓ ફોન નથી ઉપાડતા, તું એમને ફોન ઉપાડવા કહી દે, નહીં તો ગોળી મારી હત્યા કરી દઈશ. તેમજ માંડવાલી કરવા રૂપિયા 5 કરોડની ખંડણી માંગે છે. સાડીના વેપારી મનોજભાઇએ બીજા ફોનથી રેકોર્ડિંગ ચાલુ કરી સમગ્ર વાતને રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ મનોજભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી રવિ દેવજાની સામે ખંડણી અને હત્યાની ધમકી મામલે ફરિયાદ નોંધાવી. જેથી પોલીસે આરોપી રવિ દેવજાનીને ગણતરીના દિવસોમાં જ વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો, જેમાં તેણે કુખ્યાત એન્થોનીના નામનો ઉપયોગ કરી સાડીના વેપારી પાસેથી ખંડણી માંગી હોવાની કબૂલાત કરી. આરોપી રવિ દેવજાની સામે અગાઉ ખંડણીના 15 થી વધુ કેસ નોંધાયેલા છે અને તે પણ કુખ્યાત છે. સાડીના વેપારીને ધમકી મળ્યા બાદથી પોલીસે તમામ પરિવારને ગુપ્તરાહે સુરક્ષા આપી હતી અને આરોપીને પકડવા સમગ્ર ઓપરેશન પણ ગુપ્તરાહે પાર પાડ્યું હતું. પોલીસની ટીમ આરોપીને પકડવા એમપીના ઇન્દોર અને દેવાંશ પણ ગઈ પણ ત્યાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી રાજકોટ અને પોરબંદર ખાતે પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ જાપ્તામાં ફરાર થયેલો કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની હજી ફરાર જ છે.વડોદરા પોલીસ તેને હજી સુધી પકડી નથી શકી, ત્યારે હવે એન્થોનીનો ડર બતાવી અસામાજિક તત્વો વેપારીઓને ટાર્ગેટ બનાવી ખંડણી માગી રહ્યા છે જેને લઈ વેપારીઓમાં ભયભીત થયા છે, ત્યારે પોલીસ એન્થોનીને પકડવામાં કેમ નિષ્ફળ થઈ રહી છે તે સવાલો ઉઠી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ : હાંસોટના અલવા ગામ નજીક કારનું શીર્ષાષન, ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી.

ProudOfGujarat

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

ProudOfGujarat

“થીફ ઓફ ગુજરાત” આંતર જીલ્લાનો શાતીર ચોર કોણ..?? જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!