માતાજીના દર્શન કરવા પાવાગઢ જવાના હોવ તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય યાત્રાધામ પાવાગઢ હમણા જવાનું માંડી વાળજો. નહીં તો પગપાળા ડુંગર ચઢવાનો આવશે વારો, કારણ કે પાંચ દિવસ રોપવે સર્વિસ રહેવાની કરાઇ છે જાહેરાત પાવાગઢ ખાતે રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે એન્યુઅલ મેન્ટનેન્સને કારણે 18 થી 22 જુલાઈ સુધી રહેશે બંધ રોપ વે બંધ રહેવા અંગે ઓથોરિટીએ કરી જાહેરાત પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જવાનો જો તમારો પ્લાન હોય તો થોભી જજો કારણ કે પાવાગઢના દર્શનાર્થે આવતા ભક્તો માટે આ નિર્ણય ઘણો જ મહત્વનો થઇ પડશે.
પાવાગઢ ખાતે રોપવે સેવા આગામી 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્યુઅલ મેન્ટેનન્સને કારણે 18 થી 22 જુલાઇ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવશે. પાવાગઢમાં 5 દિવસ રોપ-વે સેવા બંધ મહાકાળી માના દર્શન કરવા નાના મોટાથી લઇને વૃદ્ધો પણ હોંશેહોંશે આવે છે. પરંતુ 18 થી 22 જુલાઇ દરમિયાન મહાકાળી માના દર્શને આવવુ થોડુ કપરુ પડી શકે છે કારણ કે પાવાગઢ ખાતે રોપવે સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પાંચ દિવસ રોપવે બંધ રહેશે. રોપવેમાં મેઇન્ટેનન્સને લઈને યાત્રાળુઓ માટે પાચ દિવસ રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તારીખ 23 જુલાઈનાં રોજથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવશે. રોપવે સેવા બંધ રહેવાના કારણે દિવ્યંગો તેમજ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓને અગવડતા પડશે. મહત્વનું છે કે દર વર્ષે જુલાઇ માસમાં ઉષા બ્રેકો કંપની દ્વારા દર મેન્ટનન્સની કામગીરી કરવામાં આવે છે.