Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ચોમાસાને અનુલક્ષીને જાનવરો માટે વ્યવસ્થા કરાઈ.

Share

વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે. આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ-પક્ષીઓ છે. પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીની કાચબા, સસલા અને શાહુડીના પાંજરા અને એન્ગ્લોઝરમાં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે. સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. ઝુ માં ખાસ સ્ટેડબાય પર પીંજરાઓ રાખવામાં આવ્યા છે. વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિમાં તેમની પાસે પ્રાણીઓ માટે પુરતો ખોરાકનો જથ્થો સંગહ કરી રાખ્યો છે.

ઝૂ કયુરેટરના જણાવ્યા મુજબ “અમારી પાસે પ્રાણીઓ માટે પહેલેથી જ એક એક્શન પ્લાન છે અને જમીન કાચબાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરવાના છીએ. જૂના પ્રાણી સંગ્રહાલયની અંદર ઊંચા ઊંચા પ્લેટફોર્મ છે અને નવા પાંજરામાં બનાવવામાં આવ્યા છે. કટોકટીના સમયે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે. માંસાહારી પ્રાણીઓના નાઇટ હોમ્સ, શાકાહારી પ્રાણીઓ માટે માટીના ટેકરા અને પાંજરાની અંદર પહેલાથી જ પક્ષીઓ માટે સુરક્ષિત રહેવાની વ્યવસ્થા છે.

સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરએ જણાવ્યું હતું કે અગાઉથી આયોજન કરીને અમે પ્રાણીઓ પક્ષીઓ માટે ખોરાકનું વ્યવસ્થા કરી લઈએ છીએ. અમે દવાઓ અને એન્ટિબાયોટિક્સનો સંગ્રહ કર્યો છે અને પશુ ચિકિત્સક સાથેના વિસ્તારોને પણ સેનિટાઇઝ કર્યા છે. પૂરના કિસ્સામાં ઝડપથી પાણી છોડવા માટે અમે ડ્રેનેજની સફાઈ સમયાંતરે કરાવી લઈએ છીએ. અમારી પાસે ઇમરજન્સી ટીમ પણ છે અને જો ભારે વરસાદ દરમિયાન કોઈ ઈમરજન્સી ઉભી થાય તો અમે આ વ્યવસ્થા માટે તરત જ તૈયાર હોય છે. હાલમાં એવી કોઈ પરિસ્થિતિ ઉભી થઇ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચના દહેગામ ચોકડી વિસ્તારમાં કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દહેગામના માજી સરપંચનું મોત

ProudOfGujarat

ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!