અંકલેશ્વર પંથકમાં દીવસેને દિવસે તસ્કરો બેફામ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ સોસાયટી વિસ્તારોમાં તસ્કરોએ ચોરીની ઘટનાઓને એક બાદ એક અંજામ આપ્યો હતો તો કેટલાક સ્થળે ચોરીના નિષ્ફળ પ્રયાસ થયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. તેવામાં વધુ એક ઘટના અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી સામે આવી છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના ATM નાં કેટલાક ભાગને અજાણ્યા તસ્કરોએ તોડી નાંખી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની બાબત આજે સવારે સામે આવી છે, જે બાદ બેંકના અધિકારીઓ દ્વારા મામલા અંગેની જાણ પોલીસ વિભાગને કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જોકે ATM માં સીસીટીવી કેમેરા હતા કે કેમ તે અંગેની બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી અને જો હતા તો સમગ્ર કેમેરામાં ઘટના કેદ થઇ હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે, ત્યારે હાલ તો સમગ્ર ઘટના ક્રમ બાદ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે.
મહત્વની બાબત છે કે સતત લોકોથી ધમધમતા રાજપીપળા ચોકડી વિસ્તારમાં બેંકનું ATM તોડી તેમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી તસ્કરોએ પણ પોલીસ સામે પડકાર ફેંક્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં હવે આ પ્રકારના ચોર તત્વોને વહેલી તકે અંકલેશ્વર પોલીસ ઝડપી પાડી તેઓને કાયદામાં પાઠ ભણાવે તે અત્યંત જરૂરી જણાઈ આવે છે.
હારુન પટેલ
મો. 99252 22744