હાલમાં ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર છે જ્યારે સરકારની નિષ્ફળતાઓ સામે આવી રહી છે. સ્થાનિક રોડ રસ્તા અને નેશનલ હાઇવે સહિત તમામ રોડ ખોદાઈ ગયેલા છે. રોડ ઉપર બબ્બે ત્રણ ત્રણ ફૂટના ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા બુધવારની રાત્રે 11:30 કલાકે વડોદરાથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે ચાલુ વરસાદમાં તેઓની કાર નબીપુર ગામ નજીક પરવાના હોટલની સામે રોડ ઉપરના ખાડામાં પટકાતા એક સાથે બંને ટાયરો ફાટી ગયા હતા. માંગરોલા કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપર ખેંચાઈ પરંતુ ધીમી ગતી હોવાથી અકસ્માતથી બચવામાં સફળ થતાં તેઓનો પરિવાર સાથે આબાદ બચાવ થયો હતો.
નેશનલ હાઇવે ઉપરના માર્ગો ઉપર પણ સરકાર મસમોટા ખાડાઓ જે યમદૂત બનીને વાહન ચાલકોની પાછળ દોડી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગ આ બાબતે સચેત થાય એ જરૂરી છે. જેથી વાહન ચાલકો સુરક્ષિત વાહન ચલાવી શકે આ તો માંગરોલાની કારની સદનસીબે પાછળથી કોઈ વાહન ન આવતા તેઓની કાર રસ્તા વચ્ચે ઊભી થઈ ગઈ હતી. તેઓએ ત્યાંના સ્થાનિક કોંગ્રેસી મિત્રને જાણ કરતા તેઓએ અન્ય કારમાં તેઓને તેઓના નિવાસ્થાને મોકલ્યા હતા.