ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે વર્ષ ૧૯૮૬ માં ભરૂચ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ઘરફોડ ચોરને મોરબી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ ફ્લોની ટિમ જિલ્લાના તેમજ જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરે છે, પરંતુ આજે પેરોલ ફ્લોની પકડમાં આવેલા ઘરફોડ ચોરીના આરોપીની કહાની ખૂબ જ રસપ્રદ છે.
છેલ્લા ૩૬ વર્ષના લાંબા સમયગાળાથી ઘરફોડ ચોરીના ગુન્હામાં ખોટું નામ ધારણ કરી રહેતા અને નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફ્લોની ટીમના કર્મીઓ મગનભાઇ દોલા ભાઈ, નિલેશભાઈ નારસિંગ ભાઇ તથા રાકેશ ભાઈ રામજીભાઈ નાઓએ સતત ત્રણ દિવસ ખેતરોમાં કાઢી અને વેશ પલ્ટો કરી તથા સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે લોકલ બાતમીદારની મદદથી મોરબી જિલ્લાના જેપુર ગામની સીમમાં આવેલ રસિકભાઈની વાડીમાં નવલભાઈ તરીકે રહેતા ઘરફોડ ચોરીના આરોપી નારસિંગ જવલાભાઈ બારીયા રહે જેપુર ગામની સીમ, જી મોરબી નાઓને વાડીની બહાર શાંતિ નગર તરફ જવાના રસ્તા પરથી ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
૧૯૮૬ માં ભરૂચ ખાતે ચોરી કરીને ૨૦૨૨ માં જેલના સળિયા ગણવા પડશે તેનું કદાચ આ નારસિંગને અંદાજ પણ નહિ હોય પરંતુ કહેવત છે ને ગુનાખોરીની દુનિયા પર ગમ્મે તેટલો પરદો પાડો આખરે તેનો અંત કાયદાના સકંજામાં જ આવતો હોય છે તે કહેવતને ખરા અર્થમાં ભરૂચ પેરોલ ફ્લોની ટીમે આજે સાથર્ક કરી બતાડી ગુનેગારોમાં જીવતો દાખલો બેસાડ્યો છે કે તમે ગુનાની ઘટનાને અંજામ આપી પાતાળમાં કેમ ન ઘુસી જાવ આખરે એક દીવસ તો પોલીસની પકડવામાં આવી જ જશો તે બાબત આ ઘટના ક્રમ ઉપરથી કહી શકાય તેમ છે.
હારુન પટેલ : ભરુચ