માંગરોળ તાલુકાના ભીલવાડા અને વાંકલ ગામે ગુજરાત સરકાર પ્રેરિત વંદે ગુજરાત વિકાસયાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામો અને કલ્યાણકારી યોજનાઓની સહાય જેવા ગુજરાતની વિકાસકીય સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથો ગામેગામ પરિભ્રમણ કરી રહ્યા છે અને રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી પ્રજાજનો સમક્ષ રજુ થઈ રહી છે, જેના ભાગરૂપે આજે માંગરોળ તાલુકાના ભીલવાડા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા લઈ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને ચૂંટાયેલા આગેવાનો આવી પહોંચ્યા હતા આ સમયે લાભાર્થીને યોજના કે લાભોનું વિતરણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ વાંકલ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા વાંકલ ખાતે આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપક વસાવા વગેરે રાજ્ય સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું સાથે કલ્યાણકારી યોજનાથી લોકોને વાકેફ કર્યા હતા. આ સમયે કુંવરબાઈનું મામેરુ સહિત વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશ ગામીત, માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ર્ડો. યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, આર.એફ.ઓ હિરેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્ર સિસોદિયા, તથા અન્ય અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ